SSC GD Recruitment 2024: સ્ટાફ સિલેકશન કમીશન (ssc) દ્વારા GD કોન્સ્ટેબલ માટે ભરતી બહાર પાડવામાં આવી છે .SSC ના સત્તાવાર કેલેન્ડર મુજબ ,SSC GD 2025 માટેની અરજીઓ 5 સપ્ટેમ્બર થી સ્વીકારવામાં આવશે .આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2024 રાખેલ છે .આ ભરતીમાં GD કોન્સ્ટેબલ માટે ટોટલ ૩૯૪૮૧ ખાલી જગ્યાઓ SSC GD 2025 નોટીફીકેશનમાં બહાર પાડવામાં આવી છે.
SSC GD Recruitment 2024:
સત્તાવાર વિભાગ | સ્ટાફ સિલેકશન કમીશન |
જગ્યા નું નામ | જનરલ ડ્યુટી (GD) કોન્સ્ટેબલ |
અરજી મોડ | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | ૩૯૪૮૧ |
અરજી છેલ્લી તારીખ | 14/10/2024 |
ઓફિશિયલ વેબસાઈટ | (https://ssc.gov.in) |
SSC GD Recruitment 2024 વયમર્યાદા :
SSC GD 2025 ભરતી માટે ઉંમર મર્યાદા 18 થી 23 વર્ષ સુધી રાખવામાં આવેલી છે.ઉમેદવાર ની ઉંમર મર્યાદા માટેની તારીખ 1 જાન્યુઆરી 2025 છે. ઉમેદવારનો જન્મ 02/01/2002 પહેલા અને 01/01/2007 પછીનો ના હોવો જોઈએ.
SSC GD Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સિટી માંથી તારીખ 01/01/2025 ના રોજ સ્નાતકની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. અથવા તે પહેલા માન્ય બોર્ડ /યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા દસમા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઉમેદવારો જેમણે નિર્ધારિત તારીખ 01/01/2025 ના રોજ આવશ્યક શૈક્ષણિક લાયકાત કરી નથી તેઓ ઉમેદવાર આ અરજી કરવા માટે સક્ષમ નથી.
અરજી ફી:
આ ભરતી માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂ .100 અરજી ફી રાખવામાં આવેલ છે . મહિલા ઉમેદવારો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને ફી ની ચૂકવણી માંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારો 15-10-2024(23:00) સુધીમાં ઓનલાઇન ફી ની ચુકવણી કરી શકશે. ફી ભીમ યુપીઆઈ , નેટબેન્કિંગ, RUPAY ડેબિટ કાર્ડ નો ઉપયોગ કરીને ઓનલાઈન ચૂકવી શકશે.
અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://ssc.gov.in વિઝીટ કરો
- તમારી પ્રાથમિક માહિતી દ્વારા સૌ પ્રથમ નોધણી કરીલો (લોગીન ).
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લીંક:
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |