NMDC Recruitment 2024: તાજેતરમાં ભારત સરકારના સ્ટીલ મંત્રાલયની કંપની નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી) લિમિટેડમાં જૂનિયર ઓફિસર (ટ્રેની) ની કુલ 153 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી જુદી જુદી કુલ 10 કેટેગરી માટે જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને અરજી કઈ રીતે કરવી તે જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
NMDC Recruitment 2024:
સંસ્થા | નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી) લિમિટેડ |
પોસ્ટ નું નામ | જૂનિયર ઓફિસર (ટ્રેની) |
જાહેરાત નંબર | 08/2024 |
કુલ જગ્યા | 153 |
જોબ સ્થાન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 નવેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://www.nmdc.co.in/ |
NMDC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી) લિમિટેડ ની આ ભરતીમાં અલગ અલગ કુલ 10 કેટેગરીમાં ઉમેદવારો પસંદ કરવામાં આવશે. તેથી પોસ્ટ અનુસાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત જુદી જુદી રહેશે. ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત જાણવા માટે આ લેખમાં નીચે આપેલ જાહેરાતમાં જોવું.
NMDC Recruitment 2024 વયમર્યાદા:
નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી) લિમિટેડ ની આ ભરતીમાં ઉમેદવાર ની ઉંમર 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉંમર મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે. જેમ કે SC/ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. અને OBC કેટેગરીના ઉમેદવારને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. વય મર્યાદા વિશે વધુ માહિતી મેળવવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
NMDC Recruitment 2024 પગાર ધોરણ:
નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએમડીસી) લિમિટેડ ની આ ભરતીમાં જુનિયર ઓફિસર ટ્રેનિંગ માં ડિગ્રી ધરાવનાર ઉમેદવારને બાર મહિના અને ડિપ્લોમા કરેલ ઉમેદવારને 18 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ દરમિયાન ઉમેદવારને એક વર્ષ દરમિયાન 37000 સ્ટાઇપેન્ડ મળશે. અને 12 થી 18 મહિના સુધી જુનિયર ઓફિસ ટ્રેનિને 38,000 સ્ટાઇપેન્ડ મળશે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ઉમેદવારને 37,000 થી 1.30 લાખ સુધી પે સ્કેલ મળવા પાત્ર રહેશે.
NMDC Recruitment 2024 મહત્વની તારીખ:
વિગત | તારીખ |
---|---|
જાહેરાત તારીખ | 21 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 21 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 નવેમ્બર 2024 |
NMDC Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
NMDC Recruitment 2024 અરજી ફી:
વિગત | ફી |
---|---|
UR/EWS/OBC | 250/- |
SC/ST/PWBD | ફી ભરવાની રહેશે નહીં (0-ફી) |
ચુકવણી મોડ | ઓનલાઈન |
NMDC Recruitment 2024 પદ ના નામ:
1. કોમર્શિયલ, 2. એન્વાયરમેન્ટલ, 3. જીઓ અને ક્યુસી, 4.માઈનીંગ, 5. સર્વે, 6. કેમિકલ, 7. સિવિલ, 8. ઇલેક્ટ્રિકલ, 9. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, 10. મિકેનિકલ.
NMDC Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |