Gujarat Rain : બે સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : બે સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી : અત્યારે ગુજરાતમાં મેઘરાજા પોતાની આગવી ઓળખ બતાવી રહ્યા છે ગુજરાતના એક પણ જિલ્લામાં વરસાદના પાણીના ફર્યા હોય એવું બન્યું નથી દરેક જિલ્લો પાણીથી ...

By Gujarat help

Published on:

Gujarat Rain : બે સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : બે સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી : અત્યારે ગુજરાતમાં મેઘરાજા પોતાની આગવી ઓળખ બતાવી રહ્યા છે ગુજરાતના એક પણ જિલ્લામાં વરસાદના પાણીના ફર્યા હોય એવું બન્યું નથી દરેક જિલ્લો પાણીથી ભરપૂર છે એવામાં બે સિસ્ટમો સક્રિય થઈ છે અને એના પરથી જોવા મળી રહ્યું છે કે ગુજરાતના આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહે છે આજે આપણે આ લેખમાં આ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Gujarat Rain : બે સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હાલમાં ગુજરાતમાં એર શોર્ટ ટ્રફ એક્ટિવ જોવા મળી રહ્યું છે અને નોર્થ અને ઇસ્ટ અરેબિયન સીમામાં એડ જોઈન સૌરાષ્ટ્રમાં રિજનમાં એક સ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું જોવા મળેલ છે જેના કારણે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે.

અમદાવાદની વાત કરીએ તો ઉપર જણાવવાનું અનુસાર સાયકલોનીક સર્ક્યુલેશન બનેલું જોવા મળી રહ્યું છે એના કારણે અમદાવાદમાં સારા વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં અત્યારે લગભગ 20% ની આસપાસ સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો છે આવનારા પાંચ છ દિવસમાં ભારે વરસાદની સ્થિતિ જણાઈ રહી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક શ્રી રામાશય યાદવ એ ગઈકાલે ગુજરાતમાં સાત દિવસ હવામાન કેવું રહેશે તે વિશેની માહિતી આપી હતી તેમને જણાવ્યું હતું કે આગામી સાત દિવસમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં હળવા થી સામાન્ય વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે આગામી શુક્રવારે એટલે કે આજે સુરત નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે બનાસકાંઠા નર્મદા ભરૂચ તાપી તેમજ ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

શનિવાર માટે સુરત નવસારી વલસાડ તાપી અને દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમ જ છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ અને ભાવનગર જિલ્લાઓમાં પણ હેવી વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે અમરેલી ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાં પણ વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે.

રવિવાર માટે પણ આગાહી કરવામાં આવી છે રવિવારે નવસારી વલસાડ ભરૂચ સુરત દમણ દાદરા અને નગર હવેલીમાં વરસાદની અસર જોવા મળી રહી છે તેમજ તાપી ડાંગ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે માહિતી અનુસાર સોમવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે

હવામાન શાસ્ત્રી શ્રી યાદવ સાહેબે વધુમાં જણાવતા કહ્યું હતું કે આગામી બે દિવસમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે જણાવ્યું હતું કે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોએ બે દિવસ દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપી હતી.

મિત્રો ઉપર આપેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરીને લખવામાં આવી છે માટે કોઈપણ માહિતી માટે અમે કોઈ પણ જવાબદારી લેતા નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment