GPSC Recruitment 2024: તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 314 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ)ની 21 જગ્યાઓ ભરવામાં આવશે. સાયન્ટિફિક ઓફિસર વર્ગ-2 ની આ ભરતીમાં ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો વિશે વધુ માહિતી જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.
GPSC Recruitment 2024:
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) |
પોસ્ટ નું નામ | સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ -2 |
કુલ જગ્યા | 21 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 ઓક્ટોબર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in |
GPSC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી ફોરેન્સિક સાયન્સમાં અનુસ્નાતક (શારીરિક સાથે વિજ્ઞાન)ની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા ફોરેન્સિક નેનો ટેકનોલોજી/ભૌતિક શાસ્ત્ર/ભૌતિક કેમિસ્ટ્રી કરેલ હોવું જોઈએ. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી જાણવા માટે આ લેખમાં આપેલ સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
GPSC Recruitment 2024 વય મર્યાદા:
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સાયન્ટિફિક ઓફિસર વર્ગ-2ની આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવાર ની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. 37 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવનાર ઉમેદવારે આ ભરતી માટે અરજી કરવી નહીં.
GPSC Recruitment 2024 પગાર ધોરણ:
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સાયન્ટિફિક ઓફિસર વર્ગ-2 ની આ ભરતી માટે ઉમેદવારને ₹ 44,900થી ₹ 1,26,600 સુધી પગાર મળવા પાત્ર છે. પગાર ધોરણ વિશે વધુ માહિતી જાણવા માટે આલેખમાં આપેલ નોટિફિકેશન ધ્યાનથી વાંચવું.
GPSC Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર વિઝીટ કરો.
- હવે તેમાં Apply પર ક્લિક કરો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
GPSC Recruitment 2024 મહત્વની તારીખ:
વિગત | તારીખ |
---|---|
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 15/10/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/10/2024 |
GPSC Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |