GPSC Recruitment 2024: તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકની સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3 અધિકારીઓની કુલ 153 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ઉપરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, મહત્વની તારીખો અને પગાર ધોરણ જેવી વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
GPSC Recruitment 2024:
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) |
પોસ્ટ નું નામ | સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ-3 |
કુલ જગ્યા | 153 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 ઓક્ટોબર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in |
GPSC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાયેલ સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ3 ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી મિકેનિકલ એન્જિનિયરિંગ માં ત્રણ વર્ષ ડિપ્લોમા અથવા ઓટો મોબાઇલમાં ડિપ્લોમા બેચલર ની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. તથા ઉમેદવારે કોમ્પ્યુટરની પાયાની જાણકારી હોવી જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ અરજી માટે યોગ્ય ગણાશે.
GPSC Recruitment 2024 વય મર્યાદા:
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાયેલ સહાયક મોટર વાહન નિરીક્ષકની વર્ગ3 ની ભરતી માટે ઉમેદવાર ની ઉંમર 19 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
GPSC Recruitment 2024 પગાર ધોરણ:
વાહન નિરીક્ષક વર્ગ-3 માટે પસંદ કરેલ ઉમેદવારને પહેલા પાંચ વર્ષ સુધી 49,600 પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવશે. પાંચ વર્ષ સંતોષકારક રીતે સેવા પૂર્ણ થયા બાદ પગારમાં વધારો થશે. પાંચ વર્ષ બાદ 39,900 થી 1,26,600 સુધી પગાર ધોરણ વધી શકે છે.
GPSC Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર વિઝીટ કરો.
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
GPSC Recruitment 2024 મહત્વની તારીખ:
વિગત | તારીખ |
---|---|
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 15/10/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/10/2024 |
GPSC Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |