ACB Recruitment 2024: તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં આવતા લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કાયદા સલાહકારની-2 અને અનુવાદકની-1 જગ્યા ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર ઓફલાઈન અરજી કરી શકે છે. આ ભરતી 11 માસના કરાર આધારિત યોજવામાં આવી છે ભરતી માટે અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વપૂર્ણ તારીખો જેવી વધુ માહિતી મેળવવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
ACB Recruitment 2024:
સંસ્થા | લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો |
પોસ્ટ નું નામ | કાયદા સલાહકાર, અનુવાદક |
કુલ જગ્યા | ત્રણ(3) |
નોકરી નો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 નવેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓફલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://acb.gujarat.gov.in/ |
ACB Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
કાયદા સલાહકાર લાયકાત:
- લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
- અનુભવ:
- કાયદા ક્ષેત્રમાં વકીલ તરીકેનો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ ભરતી માટે નિવૃત્ત ન્યાયાધીશ તથા નિવૃત્ત સરકારી વકીલ પણ અરજી કરી શકે છે.
- ઉમેદવારે સેશન્સ કોર્ટના કેસો ચલાવેલા હોવા જોઈએ. આ ભરતી માટે ખાસ એ .સી. બી. ના કેસો ચલાવેલ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ઉમેદવાર ગુનાને લગતા કાયદાઓનો જ્ઞાન અને અનુભવ ધરાવતો હોવો જોઈએ.
- વયમર્યાદા:
- આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા 45 થી 62 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
- પગાર ધોરણ:
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારને 60,000 માસિક પગાર ચૂકવવામાં આવશે.
અનુવાદક માટેની લાયકાત:
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે B.A. ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. આ ભરતી માટે જે ઉમેદવારે અંગ્રેજી વિષય સાથે M.A. ની ડિગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- S.S.C ની પરીક્ષામાં ઉમેદવારને ગુજરાતી તથા અંગ્રેજી વિષયમાં 50% ગુણ મળેલ હોવા જોઈએ.
- ઉમેદવારને કમ્પ્યુટરનો ત્રીપલ સી(CCC) નું જ્ઞાન હોવું જોઈએ તથા તેનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.
- વય મર્યાદા:
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 18 થી 55 વર્ષ નક્કી કરવામાં આવી છે.
- પગાર ધોરણ:
- આ ભરતી માટે સિલેક્ટ થયેલ ઉમેદવારને 40,000 માસિક પગાર ચૂકવવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારને વિનંતી કે આ ભરતી નું નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે અને જો આ ભરતી માટે અરજી કરવાની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવાર જ અરજી કરે.
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે સૌ પ્રથમ સત્તાવાર જાહેરાત માથી ફોર્મ ડાઉનલોડ કરી લેવું.
- ફોર્મમાં જરૂરી વિગતો ભરવી અને જરૂરી દસ્તાવેજો એડ કરવા.
- ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે 8 નવેમ્બર 2024 સુધીમાં નીચેના સરનામા પર અરજી મોકલી દેવી.
- સરનામું:
- નિયામક, લાંચ રુશ્વત વિરોધી બ્યુરો કચેરી, બંગલા નંબર 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ.
મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
કાયદા સલાહકાર જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અનુવાદક જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |