Ration Card E-KYC: રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ- કેવાયસી ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે. ઘણા લોકો ઈ- કેવાયસી કરાવવા માટે ધક્કા ખાતા હોય છે. પરંતુ ઈ- કેવાયસી તમે તમારા મોબાઇલ દ્વારા સરળતાથી કરી શકો છો. ઈ- કેવાયસી કેવી રીતે કરી શકાય તે જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઈ- કેવાયસી કરતી વખતે ઘણી વખત error જોવા મળે છે આ દરમિયાન થોડીવાર પછી ફરી વખત ઈ- કેવાયસી કરવાનો પ્રયત્ન કરવો. ઘણી વાર ઈ- કેવાયસી કરતી વખતે ઓટીપી મોબાઇલમાં આવતો નથી તો ઈ- કેવાયસી કરતા પહેલા ચેક કરી લેવું કે આધાર કાર્ડ સાથે જુનો મોબાઇલ નંબર તો લિંક લિંક નથી ને. જો આધાર કાર્ડ સાથે જૂનો નંબર અથવા બંધ નંબર લીંક હોય તો ઓટીપી મેળવવામાં મુશ્કેલ થઈ શકે છે. તેથી આધાર કાર્ડ માં ચાલુ મોબાઈલ નંબર સૌ પ્રથમ લિંક કરાવી લેવો.
Ration Card E-KYC કઈ રીતે કરવું?
રાશનકાર્ડ ઈ- કેવાયસી કરવા માટે સૌ પ્રથમ google play store માંથી my Ration app ડાઉનલોડ કરી લો. આ એપ્લિકેશનમાં તમને ઘણી બધી સેવાઓ મળશે. હજી સુધી ઘણા ગ્રાહકોને આ એપ્લિકેશન વિશે માહિતી નથી.
my Ration aap દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો તેમજ રસીદ પણ જોવા મળે છે. તેમજ રાશનકાર્ડ ને લગતી વિવિધ સેવાઓ જેમકે આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઇ કેવાયસી, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર વિવિધ સેવાઓ આ એપ્લિકેશન દ્વારા તમે તમારા મોબાઇલમાં જોઈ શકો છો.
Ration card E-KYC કરવા માટેના પગલાં:
- સૌપ્રથમ google play store માંથી my Ration aap ડાઉનલોડ કરો.
- જેના નામનું રાશનકાર્ડ છે તેમનો મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઓટીપી આવશે તે દાખલ કરો તેનાથી વેરીફાઈ કરો.
- ત્યારબાદ પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો તેમજ રાશનકાર્ડ સાથે લીંક કરો.
- પછી હોમ પેજ પર જાવ અને આધાર કેવાયસી ઓપ્શન પસંદ કરો.
- ત્યારબાદ એક નવો વિન્ડો ઓપન થશે જેમાં આધાર ફેસ રીડર ની લીંક આપેલ હશે. સૌપ્રથમ આધાર ફેસ રીડર એપ્લિકેશન google play store માંથી ડાઉનલોડ કરી લો.
- હવે નીચે ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
- ત્યારબાદ નવો વિન્ડો ઓપન થશે. તેની નીચે કોડ હશે તે બાજુના ખાનામાં દાખલ કરો. ત્યારબાદ તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે તેનો નંબર તથા કાર્ડના સભ્યોની વિગત દેખાશે.
- હવે એક નાનો વિન્ડો ઓપન થયો હશે જેમાં કાર્ડના સભ્યોની વિગત અને દરેક નામ સામે e-kyc થયું છે કે નહીં તે દેખાશે.
- જે નામ સામે NO દેખાય છે તે નામને e-kyc માટે પસંદ કરો.
- હવે જે વિન્ડો ઓપન થયો તેમાં ચેકબોક્સ પર ક્લિક કરો અને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો.
- આધાર ફેસ રીડર એપ ચાલુ થશે જે વ્યક્તિનું વેરીફાઇ કરવાનું છે તેની સેલ્ફી લેવી જે એક ગ્રીન કલર માં રાઉન્ડ થવું જરૂરી છે.(આંખને પલકાવવી જરૂરી છે)
- ગ્રીન રાઉન્ડ થઈ ગયા બાદ જે વ્યક્તિનું e-kyc કર્યું છે તે વ્યક્તિની ડીટેલ આવશે.
- ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમીટ કરી દો. હવે સક્સેસફુલ મેસેજ આવશે.
- આમ તમારું રાશનકાર્ડ એ કેવાયસી સક્સેસફૂલી થઈ જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
માય રાશન ની એપ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |