WhatsApp Latest Feature: whatsapp માં આવ્યા 7 નવા જોરદાર ફીચર્સ, જલ્દી કરો ટ્રાય.

WhatsApp Latest Feature: whatsapp એક એવી એપ છે જે દરેકના મોબાઇલમાં સો ટકા જોવા મળે છે. અને whatsapp નો ઉપયોગ સામાન્યથી લઈને હાઈફાઈ લોકો રોજબરોજની જિંદગીમાં કરતા હોય છે. મોબાઇલ એ આજની પેઢીનો એક અવિભાજ્ય ...

By Admin

Published on:

whatsapp latest update

WhatsApp Latest Feature: whatsapp એક એવી એપ છે જે દરેકના મોબાઇલમાં સો ટકા જોવા મળે છે. અને whatsapp નો ઉપયોગ સામાન્યથી લઈને હાઈફાઈ લોકો રોજબરોજની જિંદગીમાં કરતા હોય છે. મોબાઇલ એ આજની પેઢીનો એક અવિભાજ્ય અંગ બની ગયો છે. અને તેમાં સોશિયલ મીડિયાની અનેક એપો જોવા મળે છે જેમાં whatsapp એ એક મહત્વની એપ છે જે દરેકના ફોનમાં ડિફોલ્ટ હોય જ છે. તાજેતરમાં whatsapp દ્વારા સાત નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફીચર્સ કેવી રીતે યુઝ કરવા અને આ ફીચર્સને અવેલેબલ કરવાના સ્ટેપ કયા કયા છે તે સંપૂર્ણ માહિતી જાણવા માટે અમારા લેખને છેલ્લે સુધી વાંચો.

WhatsApp Latest Feature

જો તમે whatsapp વાપરો છો, તો whatsapp દ્વારા લોન્ચ કરવામાં આવેલા 7 નવા ફીચર્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આ ફિચર્સ નો યુઝ કરવાથી whatsapp ના ઉપયોગ કરવાના તમારા રોજિંદા અનુભવ બદલાઈ જશે. આ ફીચર્સ નો યુઝ કરવા માટે નીચે જણાવેલ સ્ટેપ ફોલો કરો અને ફીચર્સ જલ્દીથી અવેલેબલ કરો.Meta ની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એ 2024 માટે Google નો શ્રેષ્ઠ મલ્ટી-ડિવાઈસ એપ્લિકેશન એવોર્ડ જીત્યો છે. આ એપ્લિકેશનમાં અનેક સુવિધાઓ હોવા છતાં મેટા દ્વારા દરરોજ પોતાના ગ્રાહકો માટે નવી સુવિધાઓ શોધવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે તમને આ લેખમાં whatsapp ના એવા સાત ફીચર્સ વિશે જણાવીશું કે જેનો ઉપયોગ કરવાથી તમારો whatsapp યુઝ કરવાનો અનુભવ એકદમ બદલાઈ જશે.

WhatsApp એડવાન્સ્ડ AI ફીચર્સ:WhatsApp દ્વારા અધ્યતન AI સુવિધાઓને સીધા જ એપ્લિકેશનમાં એકીકૃત કરવામાં આવ્યું છે. આ મુજબ તમારે મેમ્બરશિપ માટે અન્ય કોઈ એપ ડાઉનલોડ કરવાની કે પૈસા ખર્ચવાની જરૂર પડશે નહીં તથા WhatsApp પર AI માટે કોઈ વધારાની સાઇન-અપ પ્રક્રિયાકરવાની જરૂર પડશે નહિ. તમે તેનો સંપૂર્ણપણે મફત ઉપયોગ કરી શકો છો. Meta AI દ્વારા તમે એવા જટિલ વિષયોને સમજી શકો છો કે જેને તમે સામાન્ય રીતે સમજી શકતા નથી. તમે ફોટા જનરેટ કરી શકો છો તથા પ્રશ્નો પૂછી શકો છો અથવા જોક્સ પણ સાંભળી શકો છો. વોટ્સએપે સિલેક્ટેડ દેશોમાં Meta AIનું વોઈસ મોડલ પણ શરૂ કર્યું છે.

WhatsApp પર નવા ફિલ્ટર્સ: અત્યાર સુધી તમે વોટ્સએપ પર બોરિંગ ફિલ્ટરલેસ વિડીયો કોલ કરતા હતા પરંતુ હવે તમે તમારું બેકગ્રાઉન્ડ બદલી શકો છો. જો તમે ઓછા પ્રકાશમાં બેઠા છો, તો તમે વીડિયો પર ફિલ્ટર લગાવી શકો છો. આ પછી તમે વોટ્સએપ વીડિયો કોલ પર પણ સારા દેખાઈ શકો છો.

Disappearing Voice Messages: whatsapp માં જેમ તમે વન ટાઈમ મોડ માં ફોટો અને વિડીયો મોકલો છો, તેમ તમે વ્યક્તિગત વોઈસ નોટ પણ મોકલી શકશો. ક્વિક સેન્ડ વોઇસ નોટ દ્વારા અન્ય વ્યક્તિ માત્ર એક જ વખત તમારી વોઇસ નોટ સાંભળી શકશે ત્યારબાદ તમે મોકલેલી વોઇસ નોટ ગાયબ થઈ જશે. આ સાથે તમે ટાઈપ કરવાનું શરૂ કરી શકશો અને જ્યાંથી તમે મેસેજ છોડ્યો હતો ત્યાંથી ફરીથી મોકલી શકશો.

Whatsapp ન્યુ ફીચર્સ: હવે તમે whatsapp માં એક નવી ચેક કેટેગરી બનાવી શકો છો જેમાં તમે મિત્રો માટે પરિવાર માટે ઓફિસના લોકો માટે અને તમારા માતા પિતા માટે અલગ ચેટ લિસ્ટ બનાવી શકો છો. અને તમે એક પણ મેસેજ ને નજર અંદાજ નહીં કરી શકો. તમારું ધ્યાન દરેક મેસેજ પર ચોક્કસ જશે.

Whatsapp પર સીધો નંબર સેવ કરો: અત્યાર સુધી તમારે જ્યારે કોઈની સાથે મેસેજમાં વાત કરવી હોય તો તમારે પહેલા કોલ લિસ્ટ માં નંબર એડ કરવો પડતો હતો પરંતુ હવે તમે ડાયરેક્ટ whatsapp માં નંબર એડ કરી શકશો. તથા મેસેજ અને વિડીયો કોલ માં વાત કરી શકશો.

વિડિયો સ્ટેટસ લાઈક અને રી શેર કરો: હવે તમે instagram અને facebook ની જેમ whatsapp માં પણ સ્ટેટસ ફરીથી શેર કરી શકો છો, સ્ટેટસમાં મિત્રોનો ઉલ્લેખ કરી શકો છો, અને whatsapp પર મિત્રોના પોસ્ટ કરેલા સ્ટેટસને ફરીથી શેર કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment