Surat Mahanagar Palika Recruitment 2024: તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 32 જગ્યાઓ ભરવામાં આવશે. સુરતમાં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
Surat Mahanagar Palika Recruitment 2024:
સંસ્થાનું નામ | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(SMC) |
વિભાગ | આગ અને કટોકટી |
અરજી મોડ | ઓનલાઇન |
પગાર | 26,000 |
અરજી કરવાની તારીખ | 17 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | suratmunicipal.gov.in |
શૈક્ષણિક લાયકાત:
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ. તથા કોઈપણ સરકાર માન્ય સંસ્થા માંથી ફાયરમેન નો કોર્સ કરેલ હોવો જોઈએ. તથા ફાયર ટેકનોલોજી માં ડીગ્રી/ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે.
વયમર્યાદા:
આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદામાં કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવશે. વયમર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં નીચે આપેલ ઓફીશીયલ નોટિફિકેશન વાંચો.
મહત્વની તારીખ:
સુચના તારીખ | 30 નવેમ્બર 2024 |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 3 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ડિસેમ્બર 2024 |
પસંદગી પ્રક્રિયા:
- 1.લેખિત કસોટી
- 2.PST (શારીરિક ફિટનેસ સ્ટાન્ડર્ડ ટેસ્ટ)
- 3.PET (શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ)
પગાર ધોરણ:
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે પસંદ કરાયેલ ઉમેદવારને 26000 દર મહિને પગાર ચૂકવવામાં આવશે. પગાર ધોરણ વિશે વધારે માહિતી જાણવા આ લેખમાં આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
અરજી કરવાની રીત:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |