Post Office Yojana: પોસ્ટ ઓફિસમાં ઘણી બધી સરકારી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓમાં ટેક્સ બચત અને વધુ વળતરની સાથે રોકાણ સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવે છે. આજે અમે તમને આ લેખમાં એક એવી યોજના વિશે જણાવીશું કે જેમાં તમે રોકાણ કરીને સારી એવી રકમ મેળવી શકો છો.
આજના સમયમાં ઘણા બધા લોકો એવું વિચારીને રોકાણ કરતા હોય છે કે નિવૃત્તિ પછી વૃદ્ધાવસ્થામાં તેમને નિયમિત આવક મળી રહે, જેથી તેઓએ કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે નહીં. આર્થિક રીતે સુરક્ષા મેળવવા માટે સીનીયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) એકદમ સારી સ્કીમ છે. આ યોજના પોસ્ટ ઓફિસની બચત યોજના છે. તેમાં રોકાણ કરવું ખૂબ જ સારું સાબિત થાય છે કેમકે તેમાં રોકાણ પર વાર્ષિક વ્યાજ 8% થી વધુ મળી રહે છે.
SENIOR CITIZEN SAVING SCHEME: સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ(SENIOR CITIZEN SAVING SCHEME) ખાસ કરીને દેશના વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સ્કીમમાં સુરક્ષા, શાનદાર વળતર અને ટેક્સ લાભો સાથે નિયમિત આવકની તક પૂરી પડે છે. આ યોજનાનો ઉપયોગ નિવૃત્તિ પછી નિયમિત આવક આવે તેના માટે પણ થઈ શકે છે. ભારતમાં રહેતા વરિષ્ઠ નાગરિકો આ યોજના માટે વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે એકસાથે રોકાણ કરી શકે છે. તથા ટેક્સનો લાભ લઈ શકે છે અને સારું વળતર મેળવી શકે છે. આ યોજનામાં પાંચ વર્ષની પાકાત મુદત હોય છે. તથા વાર્ષિક 8.2 % ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.
SENIOR CITIZEN SAVING SCHEME BENEFITS:
- આ યોજનામાં મેચ્યોરિટી પાંચ વર્ષની હોય છે.
- આ યોજનામાં વાર્ષિક વ્યાજ દર 8.2% હોય છે.
- આ યોજનામાં ઓછામાં ઓછો રોકાણ રૂપિયા 1000 નું થઈ શકે છે.
- આ યોજનામાં વધુમાં વધુ રોકાણ રૂપિયા 30 લાખ સુધી થઈ શકે છે.
- આ યોજનામાં કલમ 80 C હેઠળ ઉપલબ્ધ ટેક્સ લાભ મેળવી શકાય છે.
- આ યોજનામાં પ્રિમેચ્યોર ક્લોઝર ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
- આ યોજનામાં નોમિની સુવિધા ઉપલબ્ધ છે.
કેટલા ખાતા ખોલી શકાય?
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માં તમે તમારું સિંગલ ખાતું અથવા તમારી પત્ની સાથે સિંગલ એકાઉન્ટ અથવા જોઈન્ટ અકાઉન્ટ ખોલી શકો છો. તથા પતિ પત્ની બંને આ માટે લાયકાત ધરાવતા હોય તો પોતાનું અલગ અલગ ખાતું પણ ખોલાવી શકે છે. એક ખાતામાં અથવા તો જોઈન્ટ અકાઉન્ટમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયા અને વધુમાં વધુ 60 લાખ રૂપિયા બે અલગ અલગ ખાતામાં જમા કરાવી શકાય છે. પાંચ વર્ષની પાકત બાદ તમે આ ખાતાને ત્રણ વર્ષ માટે વધારી શકો છો.
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ દ્વારા જો તમે નિયમિત આવક મેળવવા માંગો છો, તો તમે દર ત્રણ મહિને 60150 અથવા 20,050 માસિક કમાઈ શકો છો. અને જો તમે આ રકમ ઉપાડતા નથી તો તમને પાંચ વર્ષમાં કુલ 12 લાખ રૂપિયા નું વ્યાજ મળી શકે છે. અને સારી વસ્તુ એ છે કે પાંચ વર્ષ બાદ તમને તમારી જમા કરેલી સંપૂર્ણ રકમ એટલે કે તમારી મૂડી તમને પરત કરવામાં આવે છે. મેચ્યોરિટી પૂર્ણ થયા બાદ તમે તેમાં ફરીથી રોકાણ પણ કરી શકો છો.
મહત્વ ની કડીઓ :
વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ માટે | અહી ક્લિક કરો |