PM Kisan 19th Installment: પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના તમામ ખેડૂતોને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 18 મો હપ્તો સફળતાપૂર્વક આવી ગયો છે. આ યોજનાનો 19 મો હપ્તો કઈ તારીખે આવશે તથા તમે તમારા લાભાર્થીની સ્થિતિ કઈ રીતે ચકાસી શકશો અથવા જો તમે નવા છો તો આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકશો આ તમામ વિગતો જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
દેશના બધા જ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના 19 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ હપ્તો કઈ તારીખે આવશે તે જાણવા માટે આતુર થઈ રહ્યા છે. પીએમ કિસાન નિધિ યોજના નો 19 મો હપ્તો 2000 રૂપિયાનો હશે. આ ₹2,000 ની રકમ ક્યારે મળશે તે આ લેખમાં જણાવવામાં આવ્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે વધારે માહિતી જાણવા માટે આલેખ ને છેલ્લે સુધી વાંચો.
PM Kisan 19th Installment
યોજના નું નામ | પીએમ કિસાન સન્માન નિધિ યોજના |
યોજનાનો પ્રકાર | સરકારી યોજના |
વિભાગ | કૃષિ વિભાગ |
હપ્તો | પીએમ કિસાન યોજના નો 19 મો હપ્તો |
હેલ્પલાઇન નંબર | 155261 / 011-24300606 |
આધાર કેવાયસી છેલ્લી તારીખ | અત્યારે કરી શકો છો |
સત્તાવાર વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
PM Kisan 19th Installment શું છે?
પીએમ કિસાન સહાય નિધિ યોજના એ એક એવી યોજના છે જેના દ્વારા આપણા દેશના ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય બે બે હજાર ના હપ્તા દ્વારા આપવામાં આવે છે. આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા ખેડૂતોને આર્થિક સહાય મળે છે. આ એક સરકારી યોજના છે. અમુક અહેવાલો અનુસાર ભારત સરકાર 1600 કરોડ રૂપિયાના બજેટ દ્વારા ડીવીડીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં સીધી રકમ મોકલવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા માટે જો તમારા લાભાર્થીએ હજુ સુધી અરજી કરી નથી તો જેમ બને તેમ જલ્દી અરજી કરવી. જેથી તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા મળતો લાભ મેળવી શકો.
PM Kisan 19th Installment મહત્વની તારીખો:
પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો જાહેર | 28 ફેબ્રુઆરી 2024 |
પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર | 18 જુન 2024 |
પીએમ કિસાન યોજનાનો 18 મો હપ્તો જાહેર | 5 ઓક્ટોબર 2024 |
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જાહેર | ફેબ્રુઆરી 2025 |
અરજી કેવી રીતે કરવી? | ઓનલાઈન |
PM Kisan 19th Installment સ્ટેટસ ચેક કેવી રીતે કરવું?
દરેક કિસાન મિત્રોને વિનંતી કે 19 માં હપ્તાનું સ્ટેટસ ચેક કર્યા પહેલા તેઓએ તેમના પ્રથમ હપ્તાઓનું સ્ટેટસ ચેક કરી લેવું. જેથી તેઓ જાણી શકે કે તેમને 19 મો હપ્તો મળશે કે નહીં.
- પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાવ.
- સત્તાવાર વેબસાઈટ પર Know Your Status ની લીંક પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે.
- ત્યારબાદ ગેટ ડેટા પર ક્લિક કરો. જો તમારી પાસે નોંધણી નંબર નથી તો તમે તમારા મોબાઇલ અથવા આધાર દ્વારા ખેડૂત નોંધણી નંબર મેળવી શકો છો.
- હવે તમારી સામે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની સંપૂર્ણ માહિતી હશે, તેમાંથી તમારે ત્રણ બાબતો ધ્યાનપૂર્વક ચકાસવાની રહેશે.
- Land Seeding:- Should be Yes, eKYC Status: Yes અનેAadhaar Seeding–yes હોવું જોઈએ.
- આ મુજબનું સ્ટેટસ હશે તો તમને 19 મો હપ્તો સો ટકા મળી રહેશે પરંતુ જો આ મુજબનું સ્ટેટસ નહીં હોય તો તમને આગામી હપ્તો મળશે નહીં.
PM Kisan 19th Installment મહત્વની લીંક:
લાભાર્થી સ્ટેટસ જોવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |