Matadar yadi sudharana 2024: મતદાન યાદી સુધારણા કાર્યક્રમ,મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી.

Matadar yadi sudharana 2024: તાજેતરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આપણા જીવનમાં ઘણા બધા જરૂરી ડોક્યુમેન્ટો જેમ કે આધાર કાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ હોય છે. આમાં એક મહત્વનું ડોક્યુમેન્ટ ચૂંટણી ...

By Admin

Published on:

Matadar yadi sudharana 2024

Matadar yadi sudharana 2024: તાજેતરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આપણા જીવનમાં ઘણા બધા જરૂરી ડોક્યુમેન્ટો જેમ કે આધાર કાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ હોય છે. આમાં એક મહત્વનું ડોક્યુમેન્ટ ચૂંટણી કાર્ડ છે. આ ચૂંટણી કાર્ડ આપણે મત આપવા માટે ઉપયોગમાં લઈએ છીએ. ચૂંટણી પંચ દ્વારા વર્ષમાં બે થી ત્રણ વખત સુધારણા કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. આ કાર્યક્રમ આ વર્ષે તારીખ 17-11-2024 થી તારીખ 24-11-2024 સુધી યોજવામાં આવશે. આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગત મેળવવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

Matadar yadi sudharana 2024:

કાર્યક્રમનું નામ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૪
શરૂઆતની તારીખ 17/11/2024
સમાપ્ત થવાની તારીખ 24/11/2024
કામગીરી મતદાર યાદીમાં સુધાર કરવા અને નવા નામ ઉમેરવા
સંપર્ક તમારા વિસ્તારના BLO (શિક્ષક શ્રી )
ઓફિશિયલ વેબસાઈટsec.gujarat.gov.in

મતદાર યાદીમાં સુધારણા ફોર્મ 2024:

મતદાર યાદી માં સુધારણા કાર્યક્રમ તારીખ 17-11-2024 થી તારીખ 24-11-2024 સુધી ચાલુ રહેશે. આ દરમિયાન મતદાર યાદીને લગતા તમામ કાર્ય કરી શકાશે. મતદાર યાદીમાં સુધારા કરવા માટેના જરૂરી ફોર્મ નંબર નીચે મુજબ આપેલ છે.

  • નવું નામ દાખલ કરો: મતદાર યાદીમાં નવું નામ નોંધવા માટે ફોન નંબર- 6 ભરવું. આ ફોર્મ તારીખ 1-4-2024 ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તે વ્યક્તિ ભરી શકે છે.
  • નામ કમી કરાવવું: મતદાર યાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નંબર – 7 ભરવું. કોઈ કારણસર મતદાર યાદીમાં નામ કમી કરાવનાર વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે.
  • નામમાં સુધારો કરવો: મતદાર યાદીમાં નામ સુધારવા માટે ફોર્મ નંબર- 8 ભરવું. કોઈ વ્યક્તિના નામ અટક સુધારા માટે આ ફોર્મ ભરી શકશે.
  • સરનામું બદલવું: મતદાર યાદીમાં સ્થળ બદલવા માટે ફોર્મ નંબર- 8 ભરવું. મતદાન યાદીમાં સરનામું બદલનાર વ્યક્તિ આ ફોર્મ ભરશે.

મતદાર યાદીમાં સુધારણા કરવા માટેના આ ફોર્મ વિનામૂલ્યે ભરવામાં આવે છે. જે યુવાઓ તારીખ 1-4-2024 ના રોજ 18 વર્ષ ના થતા હોય તેવો મતદાન યાદીમાં નામ નોંધાવી શકે છે. મતદાર યાદીમાં નામ નોંધાવા તથા તેમાં સુધારા વધારા કરવા માટે મામલતદાર કચેરી અથવા તો તમારા વિસ્તારના બી.એલ.ઓ. (શિક્ષક શ્રી) નો સંપર્ક કરો.

મતદાર યાદીમાં સુધારણા NVSP 2024:

મતદાર યાદીમાં સુધારો કરવા માટે ઓનલાઇન સુધારો પણ કરી શકાય છે. આ સુધારો કેવી રીતે કરવો તે જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો. મતદાર યાદીમાં નીચે મુજબ સુધારો કરી શકાય છે.

મતદાર યાદીમાં સુધારો કરવા માટે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ, ચૂંટણી પંચના નેશનલ વોટર સર્વિસ પોર્ટલhttps://www.nvsp.in દ્વારા ફોન નંબર- છ ભરી મતદાર તરીકે નોંધણી કરવા માટે અરજી કરી શકાય છે.

મતદાર યાદી સુધારણા 2024 સાથે જ મતદારયાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે નહીં તેની ચકાસણી કરી શકાય છે, અને જો કોઈ સુધારો કરવાનો હોય તો ઓનલાઇન ફોર્મ ભરીને સુધારો પણ કરી શકાય છે.

મતદાર યાદીમાં સુધારા માટે મહત્વની લીંક:

વેબસાઈટઅહીં ક્લિક કરો
NVSP પોર્ટલઅહીં ક્લિક કરો 
તમારા બી. એલ. ઓ. નું નામ જાણવા માટેઅહીં ક્લિક કરો 
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment