Marriage Certificate: મેરેજ સર્ટિફિકેટ એ ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે. ભારત દેશમાં કોઈપણ રીતે રિવાજ મુજબ મેરેજ કરી શકાય છે. પરંતુ તેનું મેરેજ સર્ટિફિકેટ માત્ર મેરેજ સર્ટિફિકેટ રજીસ્ટર પાસે જઈને જ બનાવડાવું પડે છે. આ મેરેજ સર્ટિફિકેટ કઈ રીતે બનાવડાવવું, લગ્નના કેટલા વર્ષ સુધી મેરેજ સર્ટિફિકેટ બનાવી શકાય અને મેરેજ સર્ટિફિકેટ વિશે અન્ય માહિતી આ લેખમાં આપણે જાણીશું.
ભારત દેશમાં લગ્નની સિઝન ની શરૂઆત થઈ ગઈ છે. લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વનો તબક્કો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ ધાર્મિક રીતે એકબીજાને સ્વીકારે છે. અને હંમેશા સાથે રહેવાનું વચન આપે છે. લગ્નને લઈને આવી ઘણી બધી બાબતો ધાર્મિક રીતે રિવાજો વગેરે જોવા મળે છે. ત્યારે આજે આપણે આ લેખમાં જાણીશું કે લગ્ન પછી કેટલા વર્ષ સુધી મેરેજ સર્ટિફિકેટ કાઢી શકાય છે. તો ચાલો મિત્રો જાણીએ મેરેજ સર્ટિફિકેટ બનાવવાની સંપૂર્ણ રીત.
લગ્ન પછી કેટલા વર્ષ સુધી બનાવી શકાય મેરેજ સર્ટિફિકેટ?
લગ્ન કોઈપણ ધાર્મિક રીતે રિવાજો દ્વારા થઈ શકે છે. પરંતુ લગ્ન પછી બનાવવામાં આવતું સર્ટિફિકેટ રજીસ્ટર પાસેથી જ બનાવી શકાય છે. મેરેજ સર્ટિફિકેટ નવા પરણેલા યુગલ ૩૦ દિવસની અંદર સર્ટિફિકેટ માટે અરજી કરી શકે છે.
અરજી કઈ રીતે કરવી?
- મેરેજ સર્ટિફિકેટ માટે નીચે મુજબ અરજી કરી શકાય છે.
- અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે તમારા વિસ્તારની રજીસ્ટાર ઓફિસમાં જવું પડશે.
- જો તમારો વિસ્તાર ગ્રામીણ છે તો તમારે ગ્રામ પંચાયતમાં અરજી કરવી પડશે.
- એપ્લિકેશનમાં તમામ માહિતી દાખલ કરવાની રહેશે.
- આ સાથે જરૂરી ડોક્યુમેન્ટ એડ કરવાના રહેશે.
- આ સાથે તમારે તમારી સાથે બે સાક્ષીઓની જરૂર પડશે.
- જો તમે ઈચ્છો તો મેરેજ સર્ટિફિકેટ માટે તમે ઓનલાઇન અરજી પણ કરી શકો છો.
મેરેજ સર્ટિફિકેટ માટે જરૂરી દસ્તાવેજ:
મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે કેટલાક દસ્તાવેજો ની જરૂર પડે છે
- જન્મનું પ્રમાણપત્ર,
- પતિ પત્ની નું આધારકાર્ડ,
- પતિ અને પત્નીના ચાર પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
- લગ્ન દરમિયાન પતિ પત્નીના બે બે ફોટા
- લગ્ન કંકોત્રી ના ફોટા .
- પતિ પત્ની નું ચૂંટણી કાર્ડ.
- બ્રાહ્મણનું આધારકાર્ડ
- એફિડેબિટ જરૂર પ્રમાણે
- જાતિનું પ્રમાણપત્ર જરૂર હોય તો
મહત્વની કડીઓ
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
આવી નવી માહિતી માટે હોમ પેજ | અહી ક્લિક કરો |