Kamdhenu University Recruitment 2024: તાજેતરમાં કામધેનુ યુનિવર્સિટીમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024 ની આ ભરતી દ્વારા આસિસ્ટન્ટ પદો ભરવામાં આવશે. આ ભરતી માટે તદ્દન ફ્રીમાં અરજી કરી શકાશે. રોજગાર મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ઉત્તમ તક છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
Kamdhenu University Recruitment 2024:
સંસ્થાનું નામ | કામધેનુ યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી મોડ | ઓફલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.kamdhenuuni.edu.in/ |
શૈક્ષણિક લાયકાત:
કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024 માટે ઉમેદવાર માન્ય સંસ્થા માંથી નેટ સાથે એમએસસી પાસ થયેલ હોવો જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા યોગ્ય ગણાશે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા:
કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024 માં પુરુષ ઉમેદવાર ની ઉંમર વધુમાં વધુ 35 વર્ષ અને સ્ત્રી ઉમેદવાર ની ઉંમર વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશનની મુલાકાત લો.
પગાર ધોરણ:
કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024 દ્વારા બે પોસ્ટ ભરવામાં આવશે.
- 1.સિનિયર રિસર્ચ ફેલો
- 2. જુનિયર રિસર્ચ ફેલો
કામધેનુ યુનિવર્સિટી ભરતી દ્વારા સિનિયર રિસર્ચ ફેલો ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને ₹35,000 તથા જુનિયર રિસર્ચ ફેલો ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને ₹31,000 પગાર ચૂકવવામાં આવશે. ઉમેદવારે લાયકાત અનુસાર અરજી કરવી.
મહત્વની તારીખો:
સુચના તારીખ | 29 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની રીત:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
- મદદનીશ પ્રોફેસર અને વડા, વેટરનરી બાયોટેકનોલોજી વિભાગ, વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, આણંદ 388001.
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
પસંદગી પ્રક્રિયા:
કામધેનુ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ઉમેદવારનું સૌ પ્રથમ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારના પર્ફોર્મન્સ ના આધારે ઉમેદવારનું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે. અને ત્યારબાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |