Gujarat Rain update :સાતમ-આઠમ સુધી ગુજરાતમાં વરસાદનું જોર વધશે? જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain update : અત્યારે ગુજરાતમાં વરસાદ નો માહોલ જોવા મળી રહ્યો છે પણ આ વરસાદ બધી જગ્યાએ જોવા મળી રહ્યો નથી અમુક જિલ્લાઓમાં વધુ છે તો અમુક જિલ્લામાં ઓછો રહેવા મળી રહ્યા છે પણ ...

By Gujarat help

Published on:

Gujarat Rain update

Gujarat Rain update : અત્યારે ગુજરાતમાં વરસાદ નો માહોલ જોવા મળી રહ્યો છે પણ આ વરસાદ બધી જગ્યાએ જોવા મળી રહ્યો નથી અમુક જિલ્લાઓમાં વધુ છે તો અમુક જિલ્લામાં ઓછો રહેવા મળી રહ્યા છે પણ એવામાં હવામાન વિભાગ દ્વારા નબી આગાહી કરવામાં આવી છે ત્યાં વરસાદ સાતમ આઠમ સુધી આખા ગુજરાતમાં જોવા મળશે અને તેનું જોર પણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે આ વિશેની તમામ માહિતી આજે આપણે આ લેખમાં મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમામ મિત્રો સાથે પણ શેર કરો.

Gujarat Rain update :સાતમ-આઠમ સુધી ગુજરાતમાં વરસાદનું જોર વધશે? જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના અનુસાર ગુજરાત આગામી સાત દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં છઠ શીતળા સાતમ અને જન્માષ્ટમી ના દિવસે એટલે કે શનિ-રવિ અને સોમવાર ના દિવસે અમુક વિસ્તારોમાં ઓરેંજ અલર્ટ આપવામાં આવ્યું છે આ વરસાદ બે સાયકલોનિક સિસ્ટમ બની રહી છે તેના કારણે જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા માહિતી અનુસાર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે સાથે આગામી ત્રણ દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક શ્રી રામાશય યાદ આવે ગુરુવારે કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે આગામી સાત દિવસમાં રાજ્યમાં વરસાદનું ફરી આગમન થશે આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે.

હવામાન વિભાગ દ્વારા માહિતી અનુસાર શનિવાર માટે વડોદરા અને છોટા ઉદયપુરમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે માટે તે વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાતના સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર, ગીર સોમનાથ બોટાદ અને દીવ માં પણ વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે.

શીતળા સાતમ એટલે કે રવિવારે પણ અત્યંત ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં પંચમહાલ છોટાઉદેપુર માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે જન્માષ્ટમીના દિવસે ભાવનગરના નર્મદા ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તથા મંગળવાર માટે ભરૂચ મહેસાણા વડોદરા જિલ્લાઓમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે અને સાતમા દિવસે એટલે કે બુધવારે મહેસાણા આણંદ અમદાવાદ કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment