GSSSB Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં લગભગ 115 પ્લસ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે અરજી ઓનલાઇન મારફતે સ્વીકારવામાં આવશે આ ભરતી વિશેની આજે આપણે આ લેખમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખની સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.
GSSSB Recruitment 2024 | ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી 2024
સત્તાવાર વિભાગ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જગ્યા નું નામ | ફાયરમેન-કમ-ડરાઇવર,વગમ-૩ |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરી આધાર | કરાર આધારિત |
કુલ જગ્યા | ૧૧૭ |
અરજી છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in/ |
વયમર્યાદા :
આ ભરતીમાં સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવારને અમુક ઉંમર નક્કી કરવામાં આવી છે જેમાં ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં ઉમેદવારે ખાસ નોંધ લેવી. કેટેગરી અનુસાર ઉંમરમાં છૂટછાટ નિયમો અનુસાર મળશે.
પગાર ધોરણ :
ઉમેદવારને પગાર નીચે પ્રમાણે ચૂકવવામાં આવશે
જાહેરાત ક્રમાંક | કચેરીનું નામ | કરાર આધારીત નિમણુક નો સમયગાળો | પગાર |
૨૩૬/૨૦૨૪૨૫ | નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર | ૫ વર્ષ | 26,000 |
૨૩૬/૨૦૨૪૨૫ | ગાંધીનગર મ્યુનિસિપાલટીકોર્પોરેશન | ૩ વર્ષ | 26,000 |
શૈક્ષણિક લાયકાત :
મિત્રો કોઈપણ ભરતી માટે ખૂબ જ મહત્વનો પરિબળ એ શૈક્ષણિક લાયકાત છે આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે અથવા 12 પાસને સમક્ષની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે સાથે સાથે ફિલ્ડની પણ ડિગ્રી હોવી જરૂરી છે એ વિશેની વધુ માહિતી નીચે આપેલ જાહેરાતમાં આપેલી છે તો મિત્રો સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત નીચે આપેલ જાહેરાતમાં વાંચો.
અરજી ફી :
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 તથા અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400 ચૂકવવાના રહેશે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.
મહત્વની તારીખ ;
આ ભરતી તારીખ 16 ઓગસ્ટ 2024 થી અરજી ફોર્મ સ્વીકારવાના ચાલુ થઈ ગયા છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માગતા હોય તેમણે 31 ઓગસ્ટ પહેલા અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી માન્ય ગણાશે નહીં સાથે સાથે અરજી ફી પણ એ પહેલા ભરી દેવાની રહેશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ ડીટેલ વાંચો.
અરજી કઈ રીતે કરશો ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર www.gsssb.gujarat.gov.in વિઝીટ કરો
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે માંગવામાં આવેલ ફૉર્મટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વની લીંક્સ :
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |