Bank Holidays In December 2024: ડિસેમ્બર 2024 નો છેલ્લો મહિનો છે. અને આ મહિનામાં કુલ ૧૬ બેંક હોલીડે જાહેર કરવામાં આવેલ છે. ડિસેમ્બર મહિનામાં બેંક 16 દિવસ બંધ રહેશે, કેલેન્ડરમાં તારીખો નોંધી લો નહિતર ધક્કો પડશે. ડિસેમ્બર મહિનામાં કઈ કઈ તારીખે બેંક બંધ રહેશે તે જાણવા માટે અમારા લેખને સંપૂર્ણ વાંચો.
Bank Holidays In December 2024
ડિસેમ્બર 2024 નો છેલ્લો મહિનો છે જેમાં, પાંચ રવિવાર ક્રિસમસ જેવા તહેવારો આવી રહ્યા છે. તહેવારોને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર મહિનામાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેવાની છે. કયા કયા દિવસે બેંકો રહેશે બંધ તારીખ જાણવા માટે આ લેખને વાંચો.
નવેમ્બર મહિનાની સંખ્યાબંધ રજાઓ બાદ હવે ડિસેમ્બરમાં પણ ઘણી રજાઓ આવી રહી છે. જાણો કઈ કઈ તારીખો પર બેંકો બંધ રહેશે. ડિસેમ્બર મહિનામાં બેંકો 16 દિવસ બંધ રહેવાની છે. આથી બેંક ને લગતા કોઈપણ કામકાજ હોય તો વહેલાસર પતાવી લેજો, નહિતર મુશ્કેલી પડી શકે છે. આ લેખમાં ડિસેમ્બર મહિનામાં કઈ તારીખે બેંકો બંધ રહેશે તેના વિશે માહિતી આપવામાં આવી છે.
ડિસેમ્બર 2024 બેન્ક રજાઓ ની તારીખો:
2024 નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનામાં બેંકો 16 દિવસ સુધી બંધ રહેવાની છે જેમાં મહિનાનો બીજો અને ચોથો શનિવાર તેમજ તમામ રવિવાર જાહેર રજાઓમાં સામેલ છે. ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ, નાતાલ, ગોવા લીબ્રેશન દિવસ જેવા તહેવારોના દિવસે બેંકોમાં રજા રહેશે. તમને જણાવી દઈએ કે, આ વખતે નું ડિસેમ્બર મહિનો રવિવાર થી શરૂ થઈ રહ્યો છે અને પાંચ રવિવાર ડિસેમ્બર મહિનામાં આવે છે.
- 1.ડિસેમ્બર: એક ડિસેમ્બરના રોજ રવિવાર તથા વિશ્વ એડ્સ દિવસ હોવાથી તમામ બેંકો બંધ રહેશે.
- 3.ડિસેમ્બર: 3 ડિસેમ્બર મંગળવારના દિવસે ગોવામાં બેંક બંધ રહેશે. ગોવામાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર નિમિત્તે બેંક બંધ રાખવામાં આવે છે.
- 8.ડિસેમ્બર: 8 ડિસેમ્બર ના રોજ ડિસેમ્બર મહિનાનો બીજો રવિવાર હોવાથી તમામ બેન્કોમાં રજા રહેશે.
- 12. ડિસેમ્બર: 12 ડિસેમ્બર, ગુરુવાર ના રોજ પા-ટોગન નેન્ગ્મીન્જા સંઘમાં નિમિત્તે સિલોંગમાં બેંકોમાં રજા રહેશે.
- 14. ડિસેમ્બર: 14 ડિસેમ્બરના રોજ ડિસેમ્બર મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.
- 15. ડિસેમ્બર: 15 ડિસેમ્બર ના રોજ રવિવાર હોવાથી તમામ બેંકોમા રાજા રહેશે.
- 19 ડિસેમ્બર: 19 ડિસેમ્બર ના રોજ ગોવા મુક્તિ દિવસ હોવાથી ગોવામાં બેંક બંધ રહેશે.
- 22 ડિસેમ્બર: મહિનાનો ચોથો રવિવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.
- 24 ડિસેમ્બર: ક્રિસમસ eve નિમિત્તે સિલોંગ, આઇઝોલ અને કોહીમામાં બેંકો બંધ રહેવાની છે.
- 25 ડિસેમ્બર: 25 ડિસેમ્બરના રોજ નાતાલ નો તહેવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.
- 26 ડિસેમ્બર: નાતાલ ક્રિસમસ તહેવારની ઉજવણી નિમિત્તે સીલોંગ, આઇઝોલ અને કોહીમામાં બેંકો બંધ રહેશે.
- 27 ડિસેમ્બર: નાતાલ ક્રીસમસ તહેવારની ઉજવણી નિમિત્તે કોહીમામાં બેંકો બંધ રહેશે.
- 28 ડિસેમ્બર: 28 ડિસેમ્બરના રોજ ચોથો શનિવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.
- 29 ડિસેમ્બર: 29 ડિસેમ્બરના રોજ પાંચમો રવિવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.
- 30 ડિસેમ્બર: યુ કિઆંગ નાન્ગ્બાહ અવસર પર સિલંગમાં બેંકમાં રજા રહેશે.
- 31 ડિસેમ્બર: 31 ડિસેમ્બરના રોજ વર્ષના અંતિમ દિવસની ઉજવણી અને નવ વર્ષની પૂર્વ સંધ્યાએ ગંગટોક અને આઇઝોલ બેંકો બંધ રહેશે.
ઘરે બેઠા ઓનલાઈન બેંકનું કામકાજ કરી શકાશે ?
બેંકોમાં રજા હોવા છતાં બેંક મોબાઇલ એપ્લિકેશન, બેન્ક વેબસાઈટ કે ઓનલાઇન પેમેન્ટ મારફતે તમે ઘરે બેઠા બેઠા તમામ બેંકો ના કામકાજ સરળતાથી કરી શકો છો.