Aadhar Card Misuse: અત્યારના સમયમાં લોકો સાથે ઘણા બધા સ્કેમ થતા જોવા મળે છે. સ્કેમ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા સ્કેમર તમારા ડોક્યુમેન્ટનો દૂરઉપયોગ કરીને તમારા બેન્ક એકાઉન્ટ ને અથવા તમારી અન્ય પ્રોપર્ટી ને નુકસાન પહોંચાડી શકે છે. આવા સ્કેમ થી બચવા માટે તમારે શું કરવું જોઈએ, તમે કેવી રીતે જાણી શકશો કે તમારા ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ? અને તમે તેની ફરિયાદ કેવી રીતે કરી શકશો? આ તમામ માહિતી અમે તમને આ લેખમાં આપવાના છીએ. તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઇ રહ્યો છે? તો તમે તેને ઘરે બેઠા ફરિયાદ કેવી રીતે નોંધાવી શકશો?. આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારા લેખને છેલ્લે સુધી વાંચો.
Aadhar Card Misuse: ભારતના નાગરિકો માટે આધાર કાર્ડ એ એક ઓળખકાર્ડ નું કામ કરે છે. આધાર કાર્ડ દ્વારા વ્યક્તિની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવે છે. તેથી, આધાર કાર્ડ એ ભારતીય નાગરિકનું એક મહત્વનું ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. આધાર કાર્ડનો ઉપયોગ લગભગ દરેક કામમાં થાય છે. આધાર કાર્ડ માં તમારું નામ, સરનામું, ફોન નંબર થી માંડીને ફિંગર પ્રિન્ટ સુધીની તમામ માહિતી હોય છે. આ સ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ ખોટા હાથમાં જાય તો તમારા માટે ખૂબ મુશ્કેલી થઈ શકે છે.
જો તમારું આધાર કાર્ડ કોઈ ખોટા હાથમાં જાય તો તે તમને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે તેથી, જો તમને ડર છે કે કોઈ તમારા આધારકાર્ડનો દૂરઉપયોગ કરી રહ્યું છે તો તમે ઘરે બેઠા બેઠા જાતે જ તેની તપાસ કરી શકો છો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(uidai)ની એક ઓફિસિયલ વેબસાઈટ છે જેના પરથી તમે જોઈ શકો છો કે તમારો આધાર કાર્ડ નો ઉપયોગ ક્યારે અને કઈ જગ્યાએથી કરવામાં આવ્યો છે. અને આ તદ્દન ફ્રીમાં તમે ઘરે બેઠા જ કરી શકો છો તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
તમારા આધારકાર્ડ નો દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં? તે ચકાસવાની સંપૂર્ણ રીત:
- સૌપ્રથમ તમારે આધારની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવી.
- અહીં આધાર સર્વિસની નીચે તમને આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રીનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે આધાર નંબર અને સિક્યુરિટી કોડ દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
- ત્યારબાદ આધારકાર્ડ સાથે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે ઓથેન્ટીકેશન ટાઈપ, ડેટા રેન્જ અને ઓટીપી સહિત તમામ માહિતી દાખલ કરવાની રહેશે.(આમાં તમે છ મહિના સુધીનો ડેટા પણ જોઈ શકો છો)
- વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરો, ત્યારે તમારી સામે એક લિસ્ટ દેખાશે જેમાં છેલ્લા છ મહિનામાં આધારકાર્ડ નો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો તેની માહિતી આપવામાં આવી હશે.
આધારકાર્ડ દુરુપયોગ વિશે ફરિયાદ કરવાની રીત:
આધાર કાર્ડ નો રેકોર્ડ ચેક કર્યા પછી જો તમને એવું લાગે છે કે તમારા આધાર કાર્ડનો દૂર ઉપયોગ થયો છે. તો તમે તેની ફરિયાદ ઘરે બેઠા બેઠા તરત જ નોંધાવી શકો છો. આ માટે તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને અથવા [email protected] પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. તથા તમે આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકો છો.
જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો તેનું આધાર કાર્ડ રદ કરવાની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં મૃતક ના આધારકાર્ડ ને સુરક્ષિત રાખવા અને તેના દૂર ઉપયોગ ન થાય તેની જવાબદારી મૃતકના પરિવારજનોની હોય છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિ આધારકાર્ડ દ્વારા કોઈ યોજના અથવા સબસીડી નો લાભ લેતો હોય, તો સંબંધિત વિભાગની વ્યક્તિના મૃત્યુ વિશે જાણકારી આપવી જોઈએ. તેની સાથે જ તેનું નામ તે સ્કીમમાંથી હટાવી દેવામાં આવશે.
શું કરવું?: આધાર એપ અથવા UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા મૃતક વ્યક્તિના આધારને લોક કરી શકાય છે. જેથી કરીને મૃતક વ્યક્તિના આધાર કાર્ડનો દૂરઉપયોગ અટકાવવામાં મદદ મળશે.
આ વિશેની વધુ માહિતી માટે નજીકના કોઈપણ ગ્રાહક સેવા કેન્દ્રમાં જઈ વધુ માહિતી મેળવી શકો છો અથવા વેબસાઈટનો ઉપયોગ કરી આ વિશે વધુ માહિતી મેળવી શકાશે ઉપરની કોઈ પણ માહિતી માટે અમે કોઈ પણ પ્રકારની જવાબદારી લેતા નથી જેની વાચક મિત્રો ખાસ નોંધ લેવી
મહત્વની લીંક:
UIDAI ઓફિશિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
આધારકાર્ડના દુરુપયોગની ઉપયોગ ફરિયાદ કરવા | અહી ક્લિક કરો |
હોમપેજ પર જવા | અહી ક્લિક કરો |