Aadhaar Card Update: ઘરે બેઠા મફતમાં કરો આધાર કાર્ડ અપડેટ, છેલ્લી તારીખ 14 ડિસેમ્બર.

Aadhaar Card Update: આપણા દેશના ગરિકો પાસે ઘણા બધા જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. જેમ કે રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ અને આધાર કાર્ડ. આધારકાર્ડ એ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. જે શાળાથી લઇ બેંકો અને અન્ય ઘણી બધી ...

By Admin

Published on:

Aadhaar Card Update

Aadhaar Card Update: આપણા દેશના ગરિકો પાસે ઘણા બધા જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. જેમ કે રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ અને આધાર કાર્ડ. આધારકાર્ડ એ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. જે શાળાથી લઇ બેંકો અને અન્ય ઘણી બધી જગ્યાઓએ મહત્વનું છે. ઘણા કામ કાજ માટે આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે. તેથી આજે આપણે આલેખમાં જાણીશું કે આધાર કાર્ડ માં કોઈ ભૂલ હોય તો અથવા આધારકાર્ડ અપડેટ કરવાનું હોય તો ઘરે બેઠા કેવી રીતે કરી શકાય.

જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી જૂનું હોય તો તમે ઘરે બેઠા આધાર કાર્ડ માં ઓનલાઈન આઈડી અને સરનામાની વિગત અપડેટ કરી શકો છો. ઘરે બેઠા મફતમાં આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું, તે સંપૂર્ણ વિગત મેળવવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

Aadhaar Card Update Free Online:

આધારકાર્ડ એ સરકાર માન્ય એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. બેંક, રાશનકાર્ડ, સીમકાર્ડ, લાઇસન્સ, પાસપોર્ટ સહિત સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. આધાર કાર્ડ બનાવ્યા બાદ સમયસર તે અપડેટ કરવું પણ જરૂરી છે. જો તમારું આધાર કાર્ડ આજથી દસ વર્ષ જૂનું છે અથવા તો ઘર નંબર અને મોબાઈલ નંબર માં તમે બદલાવ કર્યો છે તો આધાર કાર્ડ માં અપડેટ કરાવવું જરૂરી છે.

તમારું આધાર કાર્ડ 10 વર્ષ અથવા તેનાથી વધારે જૂનું છે તો ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરાવી શકાય છે. આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેટ લાઈન 14 ડિસેમ્બર છે. જો તમે 14 ડિસેમ્બર સુધી આધાર કાર્ડ અપડેટ કરાવતા નથી તો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. જાણો, ઘરે બેઠા આધાર કાર્ડ એડ્રેસ પ્રુફ ઓનલાઈન બદલવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

નિયમિત રૂપે આધાર કાર્ડ માં અપડેટ સચોટ વેરિફિકેશન, ચકાસણી, ઉત્કૃષ્ટ સેવા અને સરળતાથી ખાતરી આપે છે. જોકે આધાર કાર્ડ ની વિગતો અપડેટ કરવી ફરજિયાત નથી પરંતુ uidai આધારકાર્ડને નિયમિત રૂપે અપડેટ રાખવા ઉપર ભાર મૂકે છે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ પહેલા બનાવવામાં આવે છે અને હાથ સુધી તેમાં કોઈ અપડેટ કરવામાં આવી નથી તો હવે તમે ઓળખ અને સરનામાના પુરાવા દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરી અપડેટ કરી શકો છો.

Aadhaar Card Update Free Deadline:

આધાર કાર્ડ અપડેટ કરવાની નજીક આવી રહી છે, સમય સીમા માં તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો.. આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા ખુબ જ સરળ છે. સરકાર દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવાની સમય સીમા ઘણી વખત લંબાવી છે. છેલ્લી વખત સપ્ટેમ્બર 2024 માં યુ.આઇ.ડી.એ.આઇ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે. હવે તમે કોઈપણ ચાર ચૂકવ્યા વગર તમારા આધાર કાર્ડ માં અપડેટ કરી શકો છો.

આધારકાર્ડ અપડેટ કરવું કેમ જરૂરી છે?

અત્યારના સમયમાં શાળામાં પ્રવેશ મેળવવાથી લઈને પેન્શન મેળવવા સુધીની તમામ પ્રક્રિયાઓમાં આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે. તેથી આ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ના સહાયક દસ્તાવેજો અને તેના રેકોર્ડ્સ અપડેટ રાખવા ખૂબ જરૂરી છે. આધાર કાર્ડમાં સરનામા અને ઓળખ માટે અપડેટ કરાયેલ સહાયક દસ્તાવેજો તમને વધુ સરળ અને સચોટ ચકાસણી સાથે સારી રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે. તેથી આધાર નંબર ગ્રાહક માટે ખૂબ જ લાભ કારી છે. તેથી ગ્રાહકે પોતાના આધાર કાર્ડમાં લેટેસ્ટ ઓળખ અને સરનામાના દસ્તાવેજો અપડેટ કરાવવા જરૂરી છે.

આધાર કાર્ડ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજ:

  • રેશનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ પત્ર અને સરનામા નો પુરાવો જેમકે રહેઠાણ નું પ્રમાણપત્ર અને પાસપોર્ટ ઓળખ અને સરનામા બંનેના પુરાવા તરીકે માન્ય ગણાશે.
  • પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા ની માર્કશીટ અથવા ફોટોગ્રાફ સાથે શાળા નું પ્રમાણપત્ર, અથવા સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર-ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે.
  • વીજળી/પાણી/ગેસ નું છેલ્લા ત્રણ મહિના નું બિલ,-બેંક પોસ્ટ ઓફિસ પાસબુક, ભાડું/લીવ અને લાયસન્સ કરાર ફક્ત સરનામાના પુરાવા તરીકે માન્ય ગણાય છે.

આધાર કાર્ડ અપડેટ કરવાની રીત:

આધારકાર્ડ ફ્રી માં અપડેટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત નીચે મુજબ છે.

  • UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર જાવ.
  • આધાર નંબર અને કેપચા દાખલ કરો.
  • સેન્ડ ઓટીપી પર ક્લિક કરો અને તમારા લિંક કરેલ મોબાઈલ નંબર પર આવેલો ઓટોપી દાખલ કરો.
  • ડોક્યુમેન્ટ અપડેટ સિલેક્ટ કરો.
  • યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રોસિડ પર ક્લિક કરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • દાખલ કરેલ તમામ વિગત ચકાસો.
  • ફેરફાર ની રિક્વેસ્ટ સબમિટ કરો.
  • જો તમે સરનામામા અપડેટ કરવાની વિનંતી કરી હોય, તો તમે અપડેટ રિક્વેસ્ટ નંબર દ્વારા રિક્વેસ્ટ ની સ્થિતિ જાણી શકો છો.

આધાર કાર્ડ માં સુધારો કરવા માટે દસ્તાવેજો માય આધાર પોર્ટલ પર અથવા કોઈપણ આધાર સેન્ટરની મુલાકાત લઈને ઓનલાઇન સબમિટ કરી શકાશે. પરંતુ આધાર સેન્ટર પર દસ્તાવેજો સબમીટ કરવા માટે ₹50 ફી ચૂકવવી પડશે.

મહત્વની લીંક:

UIDAI ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment