Power Grid Trainee Engineer Recruitment 2024: તગડા પગાર સાથે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
Power Grid Trainee Engineer Recruitment 2024: તાજેતરમાં પાવર ગ્રેડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, મહારત્ન જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, તેની સો ટકા માલિકીની પેટા કંપની માટે પાવરટેલમાં ટ્રેની એન્જિનિયર્સ (ઇલેક્ટ્રોનિક્સ) માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ...
Power Grid Trainee Engineer Recruitment 2024: તાજેતરમાં પાવર ગ્રેડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, મહારત્ન જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, તેની સો ટકા માલિકીની પેટા કંપની માટે પાવરટેલમાં ટ્રેની એન્જિનિયર્સ (ઇલેક્ટ્રોનિક્સ) માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી GATE 2024 scores પર આધારિત છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
Power Grid Trainee Engineer Recruitment 2024:
સંસ્થાનું નામ
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામ
તાલીમાર્થી ઈજનેર (ઇલેક્ટ્રોનિક્સ)
જાહેરાત નંબર
CC/12/2024
પગાર ધોરણ
વાર્ષિક સી.ટી.સી. ₹13.25 Lakh
જોબ સ્થાન
સમગ્ર ભારત
અરજી મોડ
ઓનલાઈન
અરજી કરવાની તારીખ
19 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટ
powergrid.in
શૈક્ષણિક લાયકાત:
આ ભરતી માં ઉમેદવારે પૂર્ણ સમય BE/B.TECH/B.SC(ENG) ઇલેક્ટ્રોનિક્સ માં કરેલ હોવું જોઈએ. તથા કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
નીચે મુજબ સંબંધિત શિસ્ત નો સમાવેશ થાય છે.
1. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન.
2. ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન.
3. ઇલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક કોમ્યુનિકેશન.
4. ટેલીકમ્યુનિકેશન એન્જિનિયરિંગ.
GATE લાયકાત: ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ માં માન્ય GATE 2024 સ્કોર હોવો જરૂરી છે.
ઉંમર મર્યાદા:
આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર તારીખ 19 ડિસેમ્બર 2024 ના રોજ 28 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આ ભરતીમાં ઉંમર મર્યાદામાં નિયમો મુજબ છુટછાટ આપવામાં આવશે જેમ કે-ઓબીસી ને ત્રણ વર્ષ,SC/ST ને પાંચ વર્ષ અને PWD ઉમેદવારને દસ વર્ષ છૂટ આપવામાં આવશે.
પગાર ધોરણ:
આ ભરતીમાં તાલીમ દરમિયાન ઉમેદવારને ₹30,000 થી ₹1,20,000 (IDA), સ્ટાઈપેન્ડ: ભથ્થાં અને લાભો સહિત. તથા ઉમેદવાર ની પસંદગી થઈ ગયા બાદ વાર્ષિક સી.ટી.સી. રૂપિયા 13.25 લાખ ચૂકવવામાં આવશે. E0 થી E6 ગ્રેડ 5 વર્ષની અંદર પ્રમોશન(તાલીમ સમયગાળા સિવાય) આપવામાં આવશે. પગાર ધોરણ વિશે વધારે અને સચોટ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું જરૂરી છે.
મહત્વની તારીખ:
સુચના તારીખ
29 નવેમ્બર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ
29 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
19 ડિસેમ્બર 2024
અરજી કરવાની રીત:
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.