BSNL Best Recharge plan: તાજેતરમાં જીઓ દ્વારા રિચાર્જના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી ગ્રાહકોને વધારે ફાયદો થાય તેના માટે બીએસએનએલ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. Bsnl એક પછી એક નવા પ્લાન લાવીને ગ્રાહકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો તમે ઓછી કિંમત સાથે લાંબી વેલીડીટી નો પ્લાન શોધી રહ્યા છો, તો તમે આ લેખને છેલ્લે સુધી વાંચો. Bsnl ના લિસ્ટમાં એક એવો પ્લાન છે, જેમાં તમને માત્ર ₹200 માં 90 દિવસ ની વેલીડીટી મળશે.
BSNL Best Recharge plan
ભારતીય ટેલિકોમ ઉદ્યોગની ત્રણ મોટી કંપનીઓ એટલે જીઓ, એરટેલ અને વીઆઈ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ આ મોટી કંપનીઓને ટક્કર આપી રહી છે. એક તરફ ખાનગી કંપનીઓના ગ્રાહકોમાં ઘટાડો થઈ રહ્યો છે તો બીજી બાજુ bsnl ના ગ્રાહકોની સંખ્યામાં લાખો સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સાથે સાથે bsnl તેના સસ્તા પ્લાન સાથે airtel, jio અને VI નું ટેન્શન પણ વધારી રહ્યું છે.
બીએસએનએલ કંપની એક પછી એક સસ્તા પ્લાન લાવીને ગ્રાહકોની સંખ્યામાં વધારો કરી રહી છે. જો તમે ઓછા પૈસા વધારે વેલીડીટી વાળો પ્લાન શોધી રહ્યા છો, તો બીએસએનએલ દ્વારા જાહેર કરવામાં આવેલો આ પ્લાન તમારા માટે એકદમ યોગ્ય છે. બીએસએનએલ દ્વારા એક એવો પ્લાન જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં તમને માત્ર 200 રૂપિયામાં 90 દિવસની વેલીડીટી મળી રહેશે. એટલે કે હવે તમારે તમારું સીમ એક્ટિવ રાખવા માટે વધારાના પૈસા ખર્ચવા પડશે નહીં.આ લેખમાં અમે તમને જણાવીશું કે bsnl નો કયો પ્લાન છે, જે ગ્રાહકોને વધારે ફાયદો આપી રહ્યો છે. તે જાણવા માટે અમારા લેખને છેલ્લે સુધી વાંચજો.
Bsnl નો સૌથી સસ્તો પ્લાન: તમને જાણીને ખુશી થશે કે બીએસએનએલની યાદીમાં 201 રૂપિયાનો એક એવો પ્લાન છે જે તમને 90 દિવસ ની વેલીડીટી આપશે. Bsnl નો આ પ્લાન ગ્રાહકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. જીઓ અને અન્ય કંપનીઓ દ્વારા ભાવમાં કરેલ વધારા બાદ, આ પ્લાન એવા લોકો માટે છે જે મોંઘા રિચાર્જ પ્લાન થી કંટાળી ગયા છે. મોંઘા રિચાર્જ પ્લાન થી પરેશાન લોકો માટે સરકારી ટેલિકોમ કંપની તરફથી આ એક મોટી ભેટ છે. જો તમે દિવસ દરમિયાન વધારે ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા નથી તો આ પ્લાન તમારા માટે એકદમ બેસ્ટ છે.
Bsnl ના 201 રૂપિયાના પ્લાનના અન્ય ફાયદાઓ પણ જોવા મળી રહ્યા છે, જેમાં તમને કોલ કરવા માટે 300 મિનિટ આપવામાં આવે છે. તથા કોઈપણ નેટવર્ક માટે આ ફ્રી કોલિંગ મિનિટનો ઉપયોગ કરી શકાય છે. ડેટા ના લાભો વિશે વાત કરીએ તો તમને કુલ 6 જીબી ડેટા આપવામાં આવે છે. Bsnl આ પ્લાન સાથે ગ્રાહકને 99 ફ્રિમ એસએમએસ પણ ઓફર કરે છે.
Bsnl ના સસ્તા પ્લાનો માં 90 દિવસનો બીજો એક સસ્તો પ્લાન પણ સામેલ છે. આ પ્લાનમાં જો તમે તમારા bsnl નંબર પર 499 થી રિચાર્જ કરો છો તો તમને 90 દિવસ ની સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત થશે. આ પ્લાન સાથે તમને 90 દિવસ સુધી કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવશે. સાથે સાથે આ રિચાર્જ પ્લાન સાથે કંપની દ્વારા ગ્રાહકોને 300 ફ્રી એસએમએસ પણ ઓફર કરવામાં આવે છે.