Maruti Suzuki Dezire: 5-સ્ટાર સેફ્ટી રેટિંગ, પ્રારંભિક કિંમત માત્ર ₹6.79 લાખ.

Maruti Suzuki Dezire: 11 નવેમ્બર 2024 ના રોજ ન્યુ જનરેશન મારુતિ સુઝુકી ડિઝાયર લોન્ચ કરવામાં આવી. મારુતિ સુઝુકી ડિઝાયર ના તમામ ફીચર્સ વિશે માહિતી આ લેખમાં આપેલ છે. મારુતિ સુઝુકી ડિઝાયર ભારતમાં સૌથી વધારે વેચાતી ...

By Admin

Published on:

Maruti Suzuki Dezire: 11 નવેમ્બર 2024 ના રોજ ન્યુ જનરેશન મારુતિ સુઝુકી ડિઝાયર લોન્ચ કરવામાં આવી. મારુતિ સુઝુકી ડિઝાયર ના તમામ ફીચર્સ વિશે માહિતી આ લેખમાં આપેલ છે. મારુતિ સુઝુકી ડિઝાયર ભારતમાં સૌથી વધારે વેચાતી સેડાન ડિઝાયર નું નવું જનરેશન મોડેલ છે. મારુતિ સુઝુકી દ્વારા સેડાન ડિઝાયર નું નવું જનરેશન મોડેલ 11 નવેમ્બર 2024 ના રોજ લોન્ચ કર્યું છે. તેને પેટ્રોલ અને સીએનજી પાવર ટ્રેન બંને વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે કારનું સીએનજી વર્ઝન 33.73km/kgની માઈલેજ આપશે.

આ કાર ને તાજેતરમાં ગ્લોબલ એનસીપએપી માં ક્રેશ ટેસ્ટ માં ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું હતું. 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવનારી કંપનીની તે પ્રથમ કાર છે. અને ભારતીય બજારમાં ફાઇવસ્ટાર રેટેડ સેડાન તરીકે પ્રથમ સ્થાન ધરાવે છે. આ કાર વિશે અન્ય વધુ માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

ચોથી જનરેશનની મારુતિ સુઝુકી ડિઝાયર હેચ બેક મારુતિ સ્વિફ્ટ પ્લેટફોર્મ પર આધારિત છે. પરંતુ આ કારની ડિઝાઇન સંપૂર્ણપણે જુદી છે. આ કારમાં ઇલેક્ટ્રીક સન રૂફ, સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ અને ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે.

ન્યુ જનરેશન મારુતિ સુઝુકી ડિઝાયરની કિંમત:

ન્યૂ જનરેશન મારુતિ સુઝુકી ડિઝાયર ની શરૂઆત ની કિંમત રૂપિયા 6.79 લાખ છે. આ કારને બજારમાં માત્ર ચાર વેરીયન્ટ્સ માં લોન્ચ કરવામાં આવી છે. LXI, VXI, ZXI અને ZXI+. અપડેટ મોડલની પ્રારંભિક કિંમત શોરૂમમાં રૂપિયા 6.79 લાખ રખવામાં વી છે, જે ટોપ મોડલ ZXI પેટ્રોલ CNGમાં 10.14 લાખ રૂપિયા સુધી જાય છે.આ કિંમત માત્ર ૨૦૨૪ના અંત સુધી માન્ય રહેશે.

મારુતિ ડિઝાયર સબસ્ક્રિપ્શનના આધારે મેળવી શકાય છે.આ કાર માટે દર મહીને 18.248થી શરુ થશે.આમાં નોધણી, મેન્ટેનન્સ, વીમો, અને રોડ સાઈડ આસિસ્ટન્ટ નો સમાવેશ થાય છે. તેની સેડાન સેગમેન્ટમાં HONDA AMAZE,HYUNDAI AURA,TATA TIGOR સાથે ટક્કર થશે.

ન્યુ જનરેશન મારુતિ સુઝુકી ડિઝાયરની ડિઝાઇન:

ન્યુ જનરેશન મારુતિ સુઝુકી કારની ડિઝાઇન માં એલઇડી હેડલાઇટ સાથે 15 ઇંચ ના એલોય વિલ્સ આપવામાં આવ્યા છે. 2024 ડિઝાયર સ્વિફ્ટ હેચ બેક ના પ્લેટફોર્મ પર બની શકે છે. પરંતુ તે કારનો લુક તદ્દન અલગ હશે. તેના આગળના ભાગમાં હોરીજોન્ટલ સ્લેટ્સ સાથે મોટી ગ્રીલ આપવામાં આવી છે. જે સ્વિફ્ટની હનીકોમ્બ પેટર્ન ગ્રિલથી સંપૂર્ણપણે જુદી છે.

આ કારમાં ગ્રિલની બંને બાજુ સ્લીક એલઇડી હેડલાઇટ્સ આપવામાં આવી છે. જેના પર DRL (ડે ટાઇમ રનિંગ લાઇટ) હોરિઝોન્ટલ લેઆઉટમાં મૂકવામાં આવી છે. તથા મજબૂત દેખાવ સાથે ફ્રન્ટ બમ્પર આપવામાં આવ્યું છે.જેના પર હવે નવી સ્ટાઇલ ફોગ લેમ્પ હાઉસિંગ પણ ઉપલબ્ધ કરવમાં આવ્યું છે. કારની સાઈડ પ્રોફાઈલ અને વિન્ડોલાઈન જૂના વર્ઝન જેવી જ દેખાય છે. સવારી માટે કારમાં 15-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ નવા ડિઝાઇન કરવામાં આવ્યા છે. પાછળના ભાગમાં કારમાં Y-આકારની LED ટેલલાઇટ્સ આપવામાં આવી છે. જે ક્રોમ એલિમેન્ટ સાથે જોડાયેલ છે.

ઇન્ટરિયર: સ્વિફ્ટ ફેસલિફ્ટ:

નવી જનરેશન ડિઝાયરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ડ્યુઅલ-ટોન થીમ સાથે નવું ડેશબોર્ડ લેઆઉટ મળે છે. જે સ્વિફ્ટ ફેસલિફ્ટ, ફોર્ડ ફિગો, બલેનો અને બ્રેઝા જેવું છે . તેમાં 9.0-ઇંચની ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્લીક એસી વેન્ટ્સ અને HVAC કંટ્રોલ છે. તેના સિવાય કારમાં વાયરલેસ Apple CarPlay/Android Auto, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, 40 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ, વાયરલેસ ચાર્જર, 4.2-ઇંચ MID સાથે સેમી-ડિજિટલ ક્લસ્ટર, સ્ટીયરિંગ વ્હીલ માઉન્ટેડ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, પુશ-બટન છે. સેન્સર સાથેનો રીઅર પાર્કિંગ કેમેરા વગેરે જોવા મળે છે.

પરફોર્મન્સ:

આ લોકપ્રિય સેડાનમાં સૌથી મોટો ફેરફાર તેની પાવરટ્રેનમાં જોવા મળશે. નવા મૉડલમાં મળેલા K12 ચાર-સિલિન્ડર પેટ્રોલ એન્જિનના સ્થાને તેને હવે Z-સિરીઝનું નવું 1.2-લિટર ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.જે નવી સ્વિફ્ટમાં જોવા મળે છે. આ એન્જિન 82hpનો પાવર અને 112Nmનો ટોર્ક જનરેટ કરે છે.સરખામણી કરીએ તો નવા મોડલમાં 90hp અને 113Nm જનરેટ કરે છે જે 8hp અને 1Nm ઓછુ છે. નવી સ્વિફ્ટમાં ટ્રાન્સમિશન માટે એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક (AMT) ગિયરબોક્સનો વિકલ્પ જોવા મળે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment