ITBP Motor Mechanic Recruitment 2024: તાજેતરમાં ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ(મોટર મિકેનિક) અને કોન્સ્ટેબલ (મિકેનિક) ની જગ્યા ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 51 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ગ્રુપ ‘C’ માટે છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ 2024 ની આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચજો.
ITBP Motor Mechanic Recruitment 2024:
સંસ્થાનું નામ | ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) |
પોસ્ટનું નામ | હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક), કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) |
કુલ જગ્યા | 51 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 જાન્યુઆરી 2025 |
જોબ સ્થાન | ભારતમાં અથવા વિદેશમાં ગમે ત્યાં |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | recruitment. itbpolice. nic.in |
ITBP Motor Mechanic Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
- હેડ કોન્સ્ટેબલ(મોટર મિકેનિક): આ પોસ્ટ માટે ઉમેદવારે ધોરણ 10 અને 12 પાસ કરેલ તથા આઈ.ટી.આઈ પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ. તથા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા વેપારમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- કોન્સ્ટેબલ (મોટર મિકેનિક): આ પોસ્ટ માટે ઉમેદવારે મોટર મિકેનિકમાં મેટ્રિક અને આઈ.ટી.આઈ પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ અથવા વ્યાપારમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ
ITBP Motor Mechanic Recruitment 2024 વયમર્યાદા:
હેડ કોન્સ્ટેબલ(મોટર મિકેનિક) અને કોન્સ્ટેબલ(મટર મિકેનિક) બંને પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 22 જાન્યુઆરી 2025 ના રોજ 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદામાં સરકારી ધોરણે અનુસાર છૂટછાટ આપવામાં આવશે. વયમર્યાદાની વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
ITBP Motor Mechanic Recruitment 2024 પગાર ધોરણ:
હેડ કોન્સ્ટેબલ માટે લેવલ-4(25,500/–81,100/-) અને કોન્સ્ટેબલ માટે લેવલ-3(21,700/–69,100/-) સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે. પગાર ધોરણ વિશે વધારે માહિતી જાણવા માટે સત્તાવાર સંસ્થા દ્વારા જાહેર કરેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
ITBP Motor Mechanic Recruitment 2024 મહત્વની તારીખો:
સુચના તારીખ | 28 નવેમ્બર 2024 |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 24 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 જાન્યુઆરી 2025 |
ITBP Motor Mechanic Recruitment 2024 અરજી કરવાની રીત:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ITBP Motor Mechanic Recruitment 2024 અરજી ફી:
વિગત | ફી |
સામાન્ય/EWS/OBC | ₹100 |
SC/ST/PWBD/સ્ત્રી | (0-ફી) ફી ચૂકવવાની રહેશે નહીં |
ચુકવણી મોડ | ઓનલાઈન |
ITBP Motor Mechanic Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:
ઈન્ડોતિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ 2024 ની આ ભરતી માટે નીચે મુજબ પસંદગી કરવામાં આવશે.
- 1.શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ(PET)
- 2. શારીરિક ધોરણ પરીક્ષા(PST)
- 3. દસ્તાવેજ ચકાસણી
- 4. લેખિત પરીક્ષા
- 5. કૌશલ્ય કસોટી
- 6. તબીબી પરીક્ષા
ITBP Motor Mechanic Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |