Gujarat Winter weather Update: ગુજરાત રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં તાપમાન એક બે ડિગ્રી ઘટ્યું છે. તથા નલિયા 13.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. ગુજરાત રાજ્યમાં17-18 ડિગ્રી ની આસપાસ તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં આ વર્ષે ઠંડી કેવી રહેશે, તે સંપૂર્ણ માહિતી જાણવા આ લેખને છેલ્લે સુધી વાંચો.
Gujarat Winter weather Update: ગુજરાતમાં જોરદાર શિયાળાની શરૂઆત, જાણો ક્યાં કેટલી ઠંડી નોંધાઈ.
Gujarat Winter weather Update: ગુજરાત રાજ્યમાં દિવસ જાય તેમ ઠંડીમાં વધારો થતો જાય છે. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ઠંડીનો પારો ઘટવાની સાથે ઠંડા પવનનો ફૂંકાતા ઠંડી વધારે અનુભવાય છે. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કડકડથી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે તેથી લોકો ઠંડીમાં ઠુંઠવાય રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ઠંડીના લીધે કામકાજ પર અસર જોવા મળી રહી છે. હાલમાં, રાજ્યમાં તાપમાન એક બે ડિગ્રી ઘટ્યું છે.
તાજેતરમાં ગુજરાત રાજ્ય નું નલિયા 13.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. ગુજરાત રાજ્યમાં 17 થી 18 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે.
13.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું:
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગુજરાતમાં વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. ગુજરાત રાજ્યમાં 17 થી 18 ડિગ્રીની આસપાસ ઓછામાં ઓછું તાપમાન નોંધાયું છે. નલિયામાં એક દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે. સોમવારના રોજ નલિયામાં 13.4 ડિગ્રી ઓછામાં ઓછુ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનો સૌથી નીચું તાપમાન હતું. આમ, ગુજરાતનું નલિયા 13.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
અમદાવાદમાં ઠંડીનો ચમકારો:
ગુજરાત રાજ્યમાં જેમ જેમ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો અનુભવ થાય છે. અમદાવાદમાં તાપમાનની વાત કરીએ તો સોમવારના રોજ 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પરંતુ વહેલી સવારે અને મોડી રાતે એકદમ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આમ, અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
- અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયુ છે.
- ડીસામાં મહત્તમ તાપમાન 32.8 અને લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયુ છે.
- ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 31.5 અને લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયુ છે.
- વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 31.1 અને લઘુત્તમ તાપમાન 17.7 નોંધાયું છે.
- વડોદરામાં મહત્તમ તાપમાન 31.0 અને લઘુત્તમ તાપમાન 21.0 નોંધાયું છે.
- સુરતમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.0 ડિગ્રી નોંધાયું છે.
- દમણમાં મહત્તમ તાપમાન 31.8 અને લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું છે.
- ભુજમાં મહત્તમ તાપમાન 32.4 અને લઘુત્તમ તાપમાન 16.7 ડીગ્રી નોંધાયું છે.
- નલિયામાં 32.2 મહત્તમ તાપમાન અને 13.4 લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
- કંડલા પોર્ટ પર મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.0 ડિગ્રી નોંધાયુ છે.
- અમરેલીમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.0 ડિગ્રી નોંધાયું છે.
- ભાવનગરમાં મહત્તમ તાપમાન 29.7 અને લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે.
- દ્વારકામાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી નોંધાયું છે.
- ઓખામાં મહત્તમ તાપમાન 29.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી નોંધાયું છે.
- પોરબંદરમાં મહત્તમ તાપમાન 31.4 અને લઘુત્તમ તાપમાન 16.0 નોંધાયું છે.
- રાજકોટમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે.
- વેરાવળમાં મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી નોંધાયું છે.
- દીવમાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું છે.
- સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું છે.
- મહુવામાં મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.3 ડિગ્રી નોંધાયું છે.
- કેશોદમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.0 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે આગળના દિવસોમાં ગુજરાતમાં વધારે ઠંડી પડી શકે છે. હાલમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં 17 થી 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવે ધીમે ધીમે ગુજરાત રાજ્યમાં ઠંડીનો પારો વધશે અને કડકડથી ઠંડી પડશે. આગળના સમયમાં ગુજરાત રાજ્યમાં ખૂબ જ વધારે ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.