GMC Recruitment 2024: 44 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

GMC Recruitment 2024: તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં વર્ગ-2 અને વર્ગ-3 ની 44 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વિવિધ પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત જાહેર ...

By Admin

Published on:

GMC Ricruitment 2024

GMC Recruitment 2024: તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં વર્ગ-2 અને વર્ગ-3 ની 44 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વિવિધ પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 314 જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી 44 જગ્યાઓ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરવામાં આવશે. આ ભરતી વિશે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જેવી વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

GMC Recruitment 2024:

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યા44
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2024
જોબ સ્થાનગાંધીનગર મહાનગરપાલિકા
અરજી ક્યા કરવી?https://gpsc-ojas.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત અને અનુભવ:

નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-2: આ પોસ્ટ માટે ઉમેદવારે સિવિલ એન્જિનિયરિંગ માં બેચલર ની  (B.E/B.TECH) ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. તથા સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમાં એન્જિનિયરિંગ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા લિમિટેડ કંપનીમાં સિવિલના ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ઉમેદવારે મેળવેલ હોવો જોઈએ.

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3: આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે સિવિલ એન્જિનિયરિંગ માં બેચલર ની  (B.E/B.TECH) ડિગ્રી મેળવેલ હોવી જોઈએ તથા સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમાં એન્જિનિયરિંગ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા લિમિટેડ કંપનીમાં સિવિલના ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ઉમેદવારે મેળવેલ હોવો જોઈએ.

અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-3: આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચરણ ની  (B.E/B.TECH) ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. તથા સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમમાં એન્જિનિયરિંગ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા લિમિટેડ કંપનીમાં વિદ્યુતના ક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા અને પગાર ધોરણ:

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા માટે જાહેર કરવામાં આવેલ આ ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. તેથી પોસ્ટ અનુસાર ઉમેદવારની વયમર્યાદા અને પગાર ધોરણ નીચે મુજબ છે.

આ ભરતીની ત્રણેય પોસ્ટ માટે ઉમેદવારની વયમર્યાદા 18થી38 વર્ષ નક્કી કરવામાં આવી છે.

  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) ની પોસ્ટ માટે ઉમેદવારને ₹53,100- ₹1,67,800 (લેવલ-9) પગાર ચૂકવવામાં આવશે.
  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) ની પોસ્ટ માટે ઉમેદવારને ₹39,900-₹ 1,26,600 (લેવલ-7) પગાર ચૂકવવામાં આવશે.
  • અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) ની પોસ્ટ માટે ઉમેદવારને ₹39,900-₹ 1,26,600 (લેવલ-7) પગાર ચૂકવવામાં આવશે.

અરજી ફી:

  • આ ભરતી માટે સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારોએ 100 રૂપિયા અરજીફી તથા પોસ્ટલ ચાર્જ ભરવાનો રહેશે.
  • ગુજરાત રાજ્યના અનામત ધરાવતા ઉમેદવાર, માજી સૈનિકો, તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં.
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત ધરાવનાર ઉમેદવારોએ નિયતિ ભરવાની રહેશે.

ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર વિઝીટ કરો.
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી માટે મહત્વની તારીખ:

વિગતતારીખ
અરજી કરવાની શરૂઆત ની તારીખ15/10/2024
અરજી કરવાની છેલ્લી તારીખ30/10/2024

મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-2 જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3 જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-3જા હેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment