Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024: 48 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
AMC Junior Clerk Bharti 2024: તાજેતરમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. આ ભરતી માટે ઉમેદવાર ...
AMC Junior Clerk Bharti 2024: તાજેતરમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની વધારે વિગતો જેમ કે-શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
કુલ જગ્યા: આ ભરતી દ્વારા નાયબ શાસન અધિકારીની માત્ર એક જગ્યા ભરવામાં આવશે.
પગાર ધોરણ: નાયબ શાસન અધિકારીની પોસ્ટ માટે ઉમેદવારને 67,700 થી 2,08,700 સુધી પગાર ચુકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક ની ડીગ્રી તથા તાલીમી સ્નાતક ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.
2. અધ્યાપક-નુતન તાલીમ વિભાગ:
કુલ જગ્યા: આ ભરતી દ્વારા અધ્યાપક-નુતન તાલીમ વિભાગ ની પોસ્ટ માટે માત્ર એક જગ્યા ભરવામાં આવશે.
પગાર ધોરણ: અધ્યાપક-નુતન તાલીમ વિભાગ ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને 44,900 થી 1,42,400 પગાર ચૂકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક ની ડીગ્રી તથા તાલીમી સ્નાતક ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.
3. સુપરવાઇઝર-સિગ્નલ સ્કૂલ:
કુલ જગ્યા: આ ભરતી દ્વારા સુપરવાઇઝર-સિગ્નલ સ્કૂલ ની પોસ્ટ માટે બે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
પગાર ધોરણ: સુપરવાઇઝર-સિગ્નલ સ્કૂલ ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને 35,400 થી 1,12,400 પગાર ચૂકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક તથા પી. ટી. સી./તાલીમી સ્નાતક ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.
4. ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર:
કુલ જગ્યા: ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર ની પોસ્ટ માટે દસ ઉમેદવાર પસંદ કરવામાં આવશે.
પગાર ધોરણ: ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર ની પોસ્ટ માટે પસંદ કરાયેલો ઉમેદવારને 44,900 થી 1,42,400 પગાર ચૂકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય વિદ્યા શાખામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
5. જુનિયર ક્લાર્ક:
કુલ જગ્યા: જુનિયર ક્લાર્ક ની પોસ્ટ માટે કુલ 34 ઉમેદવાર પસંદ કરવામાં આવશે.
પગાર ધોરણ: જુનિયર ક્લાર્ક ની પોસ્ટ પર પસંદ કરાયેલ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી 26,000 માસિક વેતન આપવામાં આવશે. ત્યારબાદ 19,900 થી 63,200 પગાર ચૂકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.